ગુજરાતી કવિઓની પ્રખ્યાત પંક્તિઓ

*પ્રખ્યાત ગુજરાતી પંક્તિઓ:-
.જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ ખબરદાર
૨. જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પ્રભાત- કવિ નર્મદ
૩. સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ,યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગરવી ગુજરાતની. - રમેશ ગુપ્તા
૪.હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. - કવિ કલાપી
૫.  મંગલ મંદિર ખોલો, દયામય મંગલ મંદિર ખોલો.- નરસિંહરાવ દિવેટીયા
૬. વૈષ્ણવજન તો તેને રે કહીયે જે પીડ પરાઈ જાણે રે. - નરસિંહ મહેતા
૭. ભાષાને શું વળગે ભૂર ? જે રણમાં જીતે તે શૂર. - કવિ અખો
૮. હું માનવી માનવ થાઉં તો ઘણું. - સુંદરમ્
૯. એક મૂરખને એવી ટેવ,પથ્થર એટલા પૂજે દેવ - અખો
૧૦.જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરે ત્યાં આપની - કવિ કલાપી

Comments