ગુજરાતના લોક નૃત્યો

ગુજરાતના લોક નૃત્યો
. ગરબા , રાસ, દાંડિયા(શક્તિ પુજા માટે પ્રખ્યાત ) - ગુજરાત
.હાલી નૃત્ય( દુબળા આદિવાસી નું નૃત્ય) -  સુરત
૩.ભીલ નૃત્ય (આ નૃત્ય ભરૂચ માં શિયાળામાં થતું હોવાથી આગવા નૃત્ય, પોરબંદર ના મેર, ઓખામંડળના વાઘેરો તલવાર સાથે કરે છે )- પંચમહાલ, ભરૂચ
૪.ગોફ ગુંથણ ( પુરૂષ ભાગ લે છે )-  સૌરાષ્ટ્રમાં કોળી , કણબીઓ નું નૃત્ય
૫.ટીપ્પણી નૃત્ય - ચોરવાડ અને વેરાવળ ની ખારવણ બહેનો
૬. પઢારોનુ નૃત્ય- નળકાઠાના પઢારોનુ નૃત્ય
૭. માંડવી અને જાગ નૃત્ય -ઉત્તર ગુજરાત 
૮. રૂમાલ નૃત્ય - મહેસાણા જિલ્લાના ઠાકોરો નું નૃત્ય
૯.મેર નૃત્ય - મેર  જાતિઓનુ નૃત્ય
૧૦.સીદીઓનુ ધમાલ નૃત્ય - જાફરાબાદ ના જંબુસર ગામે સીદી લોકો દ્વારા (મુળ  આફ્રિકા ના મુસલમાન  (૩૦૦ વર્ષ જુની વસાહત)
૧૧.મેરાયો નૃત્ય - બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરો નું નૃત્ય આ નૃત્ય માં હુડીલા  ગવાય ( શૌર્ય ગાન) 
૧૨. ડાંગી નૃત્ય (ચાળો) - ડાંગ જિલ્લાના આદિવાસીઑનુ નૃત્ય  આ નૃત્યમાં ૨૭ જાતના તાલ હોય છે.
૧૩. હુડા રાસ - સૌરાષ્ટ્રના ભરવાડ લોકો દ્વારા ઢોલના તાલે થતું સંઘ નૃત્ય
૧૪.ઠાગા નૃત્ય - ઉતર ગુજરાત ના ઠાકોર દ્વારા હોળી ના તહેવાર ઉપર તલવાર લઈને કરવામાં આવતું નૃત્ય
૧૫.ઢોલો રાણો - ગોહિલવાડ પંથકમાં કોળીઓ પાક ખળા માં આવે ત્યારે કરવામાં આવતું નૃત્ય
૧૬.મરચી નૃત્ય - તુરી સમાજની બહેનો દ્વારા કરવામાં આવતું નૃત્ય
૧૭.ઘેરીયા નૃત્ય - દક્ષિણ ગુજરાતના દુબળા આદિવાસી દ્વારા કરવામાં આવતું નૃત્ય
૧૮.આલેણી -હાલેણી નૃત્ય - વડોદરા જિલ્લાના તડવી જાતની આદિવાસી કન્યાઓ દ્વારા કરવામાં આવતું ઋતુ નૃત્ય છે.
૧૯. શિકાર નૃત્ય - ધરમપુર વિસ્તારના આદિવાસીઓ દ્વારા
૨૦. માંડવા નૃત્ય -  વડોદરા જિલ્લાના તડવી આદીવાસી  દ્વારા થતું નૃત્ય
૨૧.ડુંગરદેવ નૃત્ય -  ડાંગ ના આદિવાસીઓનુ નૃત્ય
૨૨.ચારખી નૃત્ય - પોરબંદર ના મેર જાતીના લોકો નુ નૃત્ય છે.

Comments