પ્રાર્થના કરવાથી થતા લાભ- jaimandhata

પ્રાર્થના એ આત્માનો ખોરાક છે- દરરોજ  ઈશ્વરની પ્રાર્થના કરવાથી મન પવિત્ર થાય છે.

*પ્રાર્થના એટલે શું?- પ્રાર્થના એટલે આજીજી કે વિનંતી કરવી. પ્રાર્થના એટલે ભગવાનનુ ધ્યાન ધરવું. પ્રાર્થના એટલે પ્રભુ સાથે વાર્તાલાપ. પ્રાર્થના એટલે હકારાત્મક વિચારો, બીજા માટે માટે સારું વિચારવું. પ્રાર્થના એક લાગણી છે..
પુર્ણ શ્રધ્ધાથી પ્રભુ સમરણ એ પ્રાર્થના છે.
પ્રાર્થના નું મહત્વ- પ્રાર્થના એ મનની શાંતિ અને શુદ્ધતા માટે અનિવાર્ય છે. દરેક ધર્મમાં પ્રાર્થનાને મહત્વ આપવામાં આવે છે. પ્રાચીન સમયથી મનુષ્ય ધ્યાન કરતો આવ્યો છે. પ્રાર્થનાથી શરીરમાં નવી શક્તિનું સંચાર થાય છે. જેનાથી આત્મબળ વધે છે , મનની એકાગ્રતા વધે છે. પ્રાર્થનાથી આપણે આપણા દોષો જોઈને દુર કરી શકાય છે
આપણે દરરોજ પ્રાર્થના કરવી જોઈએ
દરેક શુભ કાર્ય કરતા પહેલા પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ. ધન્યવાદ...
****આ બ્લોગ અને તેની પોસ્ટ તમારા મિત્રોને અવશ્ય share કરો... પોસ્ટ ગમે તો કોમેન્ટ અવશ્ય કરો...જેથી આવી જ પોસ્ટ અમે તમને આપતા રહીએ.... ધન્યવાદ...****

Comments