વજન ઘટાડવા માટે શું કરવું?

વજન ઘટાડવા ખાવા-પીવામાં સુધારો કરવો જોઈએ... 
જાડાપણું એ એક બિમારી છે, શરીરમાં જમા થતી વધારાની ચરબી, જેના
 કારણે આપણું વજન વધી જાય છે, વજન ઘટાડવા તમારે ખાવા પીવામાં ધ્યાન રાખવું પડે છે, જેમ કે ચરબીયુક્ત આહાર જેવા કે ઘી,માખણ,દુધ યોગ્ય પ્રમાણમાં લેવાંથી આપણે વજન પર નિયંત્રણ રાખી શકાય..
વજન ઘટાડવા માટે સંતુલિત આહાર લેવો આ પ્રકારને સર્વોત્તમ માનવામાં આવે છે.સંતુલિત આહાર લેવાથી વ્યક્તિ સ્વસ્થ, તંદુરસ્ત રહે છે. જેમ બને તેમ ઓછી ચરબીવાળો ખોરાક નું સેવન કરવું. જેથી સરળતાથી વજન ઓછું કરી શકાય. સંતુલિત શુધ્ધ શાકાહારી આહાર લેવાથી વજન ઘટાડવામાં મદદરૂપ બને છે.વજન ઘટાડવા દુધ માંથી બનેલી  વાનગીઓ ઓછી ખાવી.
વજન ઘટાડવા તળેલું ઓછું ખાવું, ઘી વગરની રોટલી, ઘી વગરની દાળ, ચા માં ખાંડ ને બદલે ‌‌‌મધનો ઉપયોગ કરવો, આ સિવાય તમે ફણગાવેલા મગ, ચણા, જયુસ, સલાડ, ફ્રુટ , શાકભાજી આપણા આહારમાં લેવાથી વજન પર નિયંત્રણ રાખી શકાય છે.
ભોજન યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે લેવું ખુબજ આવશ્યક છે.જેનાથી તમારી પાચનક્રિયા સારી રહેશે. અને કેલરીનો શરતો ઉપયોગ થશે.
વજન ઘટાડવા યોગ્ય ભોજન સાથે નિયમિત વ્યાયામ કરવો ખુબ જ આવશ્યક છે.
* દોસ્તો આ પોસ્ટ ગમે તો લાઇક, કમેન્ટ, અને તમારા મિત્રોને શેર અવશ્ય કરો... ધન્યવાદ

Comments