Posts

Showing posts with the label lifestyle

ઉનાળામાં લુ ન લાગે તે માટે શું કરવું

Image
ઉનાળામાં સખત ગરમી પડે છે જેના કારણે તાપમાન ખુબજ ગરમ બને છે જેનાથી લુ લાગવાના ચાન્સ વધી જાય છે. આ કુદરતી તાપથી -લુ થી બચવા ખુબ જ કાળજી લેવી  પડે છે. લુ લાગવાનું કારણ- અસહ્ય ગરમીમાં કામ કરવાથી, ફરવાથી તમારા શરીરનુ તાપમાન વધી જાય છે,હાથ પગ દુુખવા લાગે છે, ખુબ જ તરસ લાગે છે, ચક્કર આવે, માથું દુખે, તાવ આવી જાય, શ્વાસ ચડી જાય, હ્રદયના ધબકારા વધી જાય, તુરંત સારવાર ના મળે તો મુત્યુ પણ થાય... ગરમ હવા વાળા હવામાન મા કામ કરવાથી, ફરવાથી, મહેનત કરવાથી, શરીરને ઢાંક્યા વગર કામ કરો તો લુ લાગી શકે છે. લુ લાગવાના લક્ષણો - લુ લાગે ત્યારે માથું દુખે, શરીર ગરમ થઇ જાય છે, તરસ લાગે, ઊબકા આવે, શ્વાસ ચડી જાય,થાક લાગે, ચક્કર આવે, આંખ અંધારાં આવે,લુ લાગે તો પાચનતંત્ર નબળું પડી જાય, ઝાડા ઉલટી થાય છે, શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે. લુ ન લાગે તે માટે શું કરવું - લુ ન લાગે તે માટેેે ગરમ હવામાનમાં ઓછું જવું, ગરમ તાપમાનમાં શરીરને કપડાથી ઢાંકીને કામ કરવું, સખત તાપમાં એકધારું કામ ન ન કરવું. કામ દરમિયાન થોડા-થોડા સમયે અંતરે પાણી પીવું. ડિહાઇડ્રેશનથી બચવાા લીંબુ પાણી પીવું, ઉનાળાની ઋતુમાં સૌથી વધુુ પાણી પીવું,